મધ્યપ્રદેશમાં પોણા બે લાખ લોકોને મળ્યું પોતાનું ઘર

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 1.75 લાખ ઘરોના ગૃહ પ્રવેશ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ મકાનો રાજ્યના શ્રમજીવી વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવવામાં આવ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલ આ ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, હવે મધ્ય પ્રદેશના પોણા 2 લાખ એવા પરિવાર, જે પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યાં છે, જેમનો ગૃહ-પ્રવેશ થઇ રહ્યો છે, તેમને પણ હું શુભેચ્છા પાઠવું છું.. પીએમ મોદીએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, PM મોદીએ કહ્યું કે આ વખતે તમારા બધાની દિવાળી, તમારા બધાના તહેવારોની ખુશી કંઇક અલગ હશે. કોરોના કાળ ન હોત તો આજે તમારા જીવનની આટલી મોટી ખુશીમાં સામેલ થવા માટે, તમારા ઘરનો એક સભ્ય, તમારા પ્રધાનસેવક તમારી વચ્ચે હોત.

PM મોદીએ કહ્યું, સામાન્ય રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવા માટે અંદાજે 125 દિવસનો સમય લાગે છે. કોરોનાના આ કાળમાં PM આવાસ યોજના હેઠળ ઘરો માત્ર 45 થી 60 દિવસમાં જ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યાં છે. આફતને અવસરમાં બદલવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. મહત્વનું છે કે, 2022 નવેમ્બર સુધીમાં તમામ જરૂરિયાતમંદોને મકાનો આપવાની ઘોષણા કરીને 20 નવેમ્બર, 2016 ના રોજ વડા પ્રધાન આવાસ યોજના-ગ્રામીણની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં લગભગ 1.14 કરોડ મકાનો બનાવવામાં આવ્યાં છે. જેમાં મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 17 લાખ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.

Share This Article