સુરતમાં પિતાએ પોતાની બાળકીની હત્યા કરી, પોલીસ દ્વારા પિતાની ધરપકડ કરવામાં આવી

admin
1 Min Read

આ લોકડાઉનના કારણે લોકોની માનસિક સ્થિતિ પર અસર થઈ રહી હોવાનુ લાગી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. સુરતમાં આવેલા સલાબતપુરાની રેશમવાડમાં નિર્દયી પિતાએ ૮ મહિનાની ફુલ જેવી માસુમ દીકરીને માત્ર એટલા માટે હત્યા કરી કારણ કે, તેના રડવાથી ઉંઘમાં ખલેલ પડતી હતી. આ નરાધમ બાપે દીકરીને આખા શરીરે મુક્કા માર્યા, આટલેથી ન અટક્યો અને બાળકીને ધક્કો મારી દેતાં તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મળતી માહિતી પ્રમાણે, સલાબતપુરા વિસ્તારમાં આવેલા રેશનવાડમાં ઉર્વેશ શેખ પરિવાર સાથે રહે છે અને લોન્ડ્રીનું કામ કરે છે. તેના ઘરમાં પોતાની ૮ મહિનાની બાળકી રડતી હોવાના કારણે ઉંઘ ખરાબ થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા ઉર્વેશે પોતાની જ બાળકીને માર મારી પછાડી દેતા ગંભીર ઈજાથી મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા બાળકીનાં પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

Share This Article