લોકડાઉનની સ્થિતિમાં બાળકીએ લીધો જન્મ, ૧૭ દિવસ બાદ માતા-પિતાએ બાળકીને જોઈ

admin
1 Min Read

સુરત સ્ટેશન વિસ્તારની ૨૧મી સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો. તેમજ જન્મ સમયે લોકડાઉન હોવાથી માતા-પિતા આવી શકતા ન હતા. મહત્વનુ છે કે, સુરત લોકડાઉનના કારણે બેંગ્લોરના દંપતિને ૧૭ દિવસ બાદ તેના બાળકનો ચહેરો જોવા મળ્યો હતો.

દંપતિ બેંગ્લોરમાં હતુ અને સુરતમાં સેરોગેટ મધરથી તેની બાળકીનો જન્મ થયો હતો.  એર એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને બેંગ્લોર પહોંચાડવાની વ્યવસ્થા દંપતિએ જ કરતા બાળકીને સુરતથી વિદાઇ અપાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ડૉ. પ્રભાકર અને પૂજા નાડકર્ણીએ કહ્યુ કે એક વર્ષ પહેલાં વંધ્યત્વ માટે બેંગ્લોરનું દંપતિ અમારી પાસે આવ્યુ હતું. ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાને કારણે મહિલાએ ગર્ભ ધારણ કરી શક્યું ન હતું.  જેથી ડૉય પૂજા નાડકર્ણી સિંહે સરોગસી સાથે આઈવીએફ માટેની સલાહ આપી હતી.  સફળ આઈવીએફ પછી,  સરોગેટ માતા ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચના અંતિમ સપ્તાહમાં ડિલિવરી થવાની હતી.

 

 

Share This Article