અકસ્માતના સંજોગોમાં હવે Google બચાવશે તમારો જીવ! જાણો કેવી રીતે ઉપયોગી બનશે આ નવું ફીચર

admin
4 Min Read

ભારત વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેમાં મૃત્યુ પામનારા લોકોની યાદીમાં ટોચના સ્થાને જ હોય છે અને દેશભરમાં સૌથી વધુ મોરને ભેટનારામાં ગુજરાત પણ અગ્રસ્થાને છે. સરકાર માર્ગ અકસ્માત નિવારવાના અને શક્ય તેટલી ઝડપી મદદ મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. જોકે હવે સરકાર અને લોકોના આ સહિયારા પ્રયાસને ટેક જાયન્ટ ગૂગલનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ગૂગલ એક એવું શાનદાર ફીચર લઈને આવ્યું છે કે જે માર્ગ અકસ્માતમાં થતા મોતનો આંકડો નીચે લાવી શકે છે. તો આવો જાણીએ આ નવા ફીચર વિશે વિગતવાર.

દેશ-દુનિયાના માર્ગ અકસ્માતના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, માર્ગ અકસ્માતમાં મોટાભાગના મૃત્યુ એટલા માટે થાય છે કારણ કે તેમને સમયસર તબીબી સહાય મળતી નથી. સામાન્ય જનતા પોલીસ-કોર્ટ કચેરીના ચક્કર ન ખાવા પડે અને અન્ય મુશ્કેલીમાં ન મુકાય તે માટે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારને મદદ કરવાનું પણ યોગ્ય માનતા નથી.

જો કે પોલીસ, અદાલતો અને સરકાર પણ કહી ચૂકી છે કે, રોડ અકસ્માતમાં મદદ પૂરી પાડતા લોકોને બિનજરૂરી રીતે હેરાન ન કરવા જોઈએ, તેમ છતાં લોકોની અંદર બેઠેલો ડર તેમને કોઈનો જીવ બચાવવાથી પણ રોકે છે. પરંતુ હવે કાર અકસ્માત બાદ મદદ માટે કોઈની તરફ જોવાની જરૂર નહીં રહે. ગૂગલે આ માનવીય સમસ્યાને ટેક્નોલોજી દ્વારા ઉકેલવાનું શરૂ કર્યું છે.

જી હા, ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે કાર ક્રેશ ડિટેક્શન સર્વિસ પણ શરુ કરી છે. જો કે, હાલમાં ગૂગલે આ સેવા ફક્ત તેના સ્ટોક ફોન એટલે કે Pixel માટે શરૂ કરી છે. જો કે, ધીમે-ધીમે અન્ય એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ ફીચર મળવા લાગશે.

Google બચાવશે જીવ?

રોડ એક્સિડન્ટના કેસમાં, પિક્સેલ ઝડપથી વાઇબ્રેટ થશે અને એલાર્મ સંપૂર્ણ અવાજમાં વાગવા લાગશે. આ પછી કોલ આપોઆપ ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર પર જશે. ગૂગલનું આ ફીચર હાલમાં Pixel યુઝર્સ માટે કામ કરશે.

In the event of an accident, now Google will save your life! Find out how this new feature will be useful

આ સિવાય ગૂગલ લોકલ ઈમરજન્સી સર્વિસ-112 પર પણ કોલ કરશે, જેથી ઈમરજન્સી સર્વિસ કોઈ વ્યક્તિની મદદ વગર અકસ્માત પીડિત વ્યક્તિ સુધી પહોંચી શકે.

112 પર કોલ ક્યારે કરશે?

વાહન ક્રેશ થયા પછી ફોન સ્ક્રીન પર “I’m Okay”નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને 60 સેકન્ડ મળશે અને 3 ઓપ્શન દેખાશે. કોઈ ક્રેશ નથી, માઈનોર ક્રેશ અને “કોલ 112”. તમને જે અનુકૂળ આવે તેના પર ક્લિક કરવાનું રહેશે. આ ફીચર આઇફોનમાં પહેલેથી જ છે, પરંતુ એન્ડ્રોઇડ માટે તેના લોન્ચિંગ સાથે વિશ્વની મોટાભાગની વસ્તી હવે આ સુરક્ષાના દાયરામાં આવશે. આ ફીચર Pixel 6a, Pixel 7, Pixel 7 Pro, Pixel 7a, Pixel 8 અને Pixel 8 Proમાં આપવામાં આવી રહ્યું છે. અનુમાન છે કે ધીમે-ધીમે અન્ય એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ ફીચર મળવા લાગશે.

આ ફીચર Pixel 6a, Pixel 7, Pixel 7 Pro, Pixel 7a, Pixel 8 અને Pixel 8 Proમાં આપવામાં આવી રહ્યું છે. આ ફીચર આઇફોનમાં પહેલેથી જ છે, પરંતુ એન્ડ્રોઇડ માટે તેની શરુઆત સાથે, વિશ્વની મોટી વસ્તી હવે આ સુરક્ષાના દાયરામાં આવી જશે.

2022માં 4.60 લાખ એક્સિડન્ટ-1.68 લાખના મોત:

તાજેતરના 2022ના રોડ એક્સિડન્ટના માર્ગ મંત્રાલયના આધિકારીક આંકડા દર્શાવતા રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા. જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. વાર્ષિક ધોરણે રોડ એકસિડન્ટમાં 11.9 ટકાનો વધારો અને મૃત્યુદર 9.4 ટકાનો તેમજ ઘાયલ થનારા લોકોની સંખ્યામાં 15.3 ટકા વધારો જોવા મળ્યો છે.

 

The post અકસ્માતના સંજોગોમાં હવે Google બચાવશે તમારો જીવ! જાણો કેવી રીતે ઉપયોગી બનશે આ નવું ફીચર appeared first on The Squirrel.

Share This Article