જનવેદના અંતર્ગત જનતા મેમો થકી શહેર કૉંગ્રેસ દ્વારા જનસંપર્ક કરી ગંદકી થીઉભરાતા સ્પોટ પર જનતા મેમો ના ટેગ લગાવામાં આવે છે. શહેરના ગાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસ ખસેડવા અંગે પાલિકાની નિષ્કાળજીના પરિણામે શહેર કોંગ્રેસે ત્યાં જનતા મેમો આપીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.શહેર જ્યારે ગંદકી થી ઉભરાય છે અને ચોતરફ ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગાજરાવાડીના કતલખાના ની ગંદકી અને મરેલા ઢોરની આવનજાવનથી આસપાસમાં રહેતા શહેરીજનો સ્વચ્છ હવા માંશ્વાસ લઈ શકે એવી પણ સ્થિતિ નથી.દુર્ગંધ થી પીડાતા પરિવારો માટે સમસ્યા એ છે કે તેઓ ના બાળકો નું સ્વાસ્થ્ય જોખમ માં મુકાય છે.આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગીજનો તેમજ સ્થાનિક રહીશોએ સ્લોટર હાઉસ દુર કરવાની માંગ કરી આંદોલન ઉપાડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
