ધોની સૌથી મહાન ખિલાડીઓની યોદીમાં- શાસ્ત્રી

admin
1 Min Read

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને કેપ્ટન કુલ તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની ઈંગ્લેન્ડમાં યોજાયેલ વર્લ્ડકપની સેમિફાઈનલ બાદ ભારતીય ટીમ સાથે જોવા નથી મળ્યો. જેને લઈને ભારતીય ટીમના હેડ કોચને એક ઈન્ટરવ્યૂમાં પશ્ન પૂછાયો હતો જેના જવાબમાં તેણ જણાવ્યું હતું કે, હું મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્ડકપની સેમિફાઈનલ બાદ મળ્યો નથી. કે નતો તેની સાથે કોઈ પણ પ્રકારે વાતચીત થઈ છે. ધોનીનું નામ ભારતીય ટીમના મહાન ખેલાડીઓની યાદીમાં આવે છે.જો ધોનીને ભારતીય ટીમમાં કમબેક કરવું હોય તો તે તેનો અંગત નિર્ણય છે. મહત્વનું છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ બાદ ભારતીય સેનાની સેવામાં કાશ્મીર ગયો હતો અને ભારતીય ક્રિકેટ ટીમ સાથે વિન્ડીઝ પ્રવાસે જવાનું ટાળ્યું હતું. ઉપરાંત ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામેની મેચોમાં પણ જોવા નથી મળ્યો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ભલે ક્રિકેટથી દૂર હોય પણ તે આગામી નવેમ્બરમાં કમબેક કરી શકે છે.

Share This Article