આ શહેરમાં ફક્ત 10 રુપિયામાં મળશે ચાર “મોદી ઈડલી”, પોસ્ટરે જમાવ્યું આકર્ષણ

admin
1 Min Read

દક્ષિણ ભારતની સ્વાદિષ્ટ ડિશ ઈડલી ખાનારાઓ અને પીએમ મોદીના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર તમિલનાડુના સેલમમાં જનતા માટે મોદી ઈડલી વેચવામાં આવી રહી છે. કોરોના મહામારીના આ સમયગાળામાં મોદી ઈડલી સસ્તા ભાવે વેચવામાં આવી રહી છે. સાથે જ વડાપ્રધાન મોદીનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

માત્ર 10 રુપિયામાં ચાર ઈડલીનો લોકો અહીં લાભ લઈ શકશે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી તમિલનાડુના સેલમમાં આ મોદી ઈડલી વેચવાની તૈયારી કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, સેલમમાં હાલ 22 દુકાનો પર મોદી ઈડલી ઉપલબ્ધ કરાવામાં આવશે.

મોદી ઈડલી નામની આ સ્વાદિષ્ટ ડીશને લાવવાની તૈયારી ભાજપના પ્રચારક પ્રદેશ ઉપાધ્યાક્ષ મહેશ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રચાર માટે શહેરના અલગ અલગ ભાગોમાં મોદી ઈડલાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એકબાજુ વડાપ્રધાન મોદી અને બીજીબાજુ ભાજપના પ્રચારક મહેશનો ફોટો છે. સાથે જ 10 રુપિયામાં ચાર ઈડલી મળશે તેવુ લખાણ પણ લખવામાં આવ્યું છે. ત્યારે મોદી ઈડલી પણ વડાપ્રધાન મોદી જેટલી લોકપ્રિયતા મેળવી શકે છે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે. જોકે હાલ સેલમમાં આ જાહેરાતના પોસ્ટરે ભારે આકર્ષણ જમાવ્યું છે.

Share This Article