વડોદરામાં વિદ્યાર્થીઓને રાવપુરા પોલીસ મથકની મુલાકાતે લવાયા

admin
1 Min Read

વડોદરા શહેરની બગીખાના નવજીવન શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાવપુરા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. મળતી વધુ માહિતી અનુસાર વડોદરા શહેરમાં પોલીસ કર્મચારીઓ કયા પ્રકારે કામગીરી કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેનાથી માહિતગાર કરાવા નવજીવન શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના 44  જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રાવપુરા પોલીસ મથકની મુલાકાતે લવાયા હતા. જ્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ કામગીરી, હથકડી, લોકઅપ અને સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રો અંગેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પોલીસ કર્મચારીઓ દ્વારા અપાયેલા માર્ગદર્શન અને તેમની કામગીરી નિહાળી પ્રભાવિત થયેલા વિદ્યાર્થીઓએ અમે પણ પોલીસમાં જોડાઈશુંતેમ જણાવ્યું હતું.

Share This Article