મોબાઇલ અને ચેઈન સ્નેચિંગ તેમજ ચોરી જેવી ઘટનાને અંજામ આપતા બદમાશો પર સકંજા કસવા સુરત પોલીસ કમિશનરના હસ્તે નવી આંજણા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયો. શહેર પોલીસ કમિશનરના હસ્તે નવી આંજણા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું છે. લિંબાયત વિસ્તારમાં મોબાઇલ અને ચેઈન સ્નેચિંગ તેમજ ચોરી જેવી ઘટનાને અંજામ આપી બદમાશો રઘુકૂળવાળા બ્રિજ થઈને નાસી છૂટે છે. એટલું જ નહીં માર્કેટ વિસ્તાર હોવાથી વેપારીઓની સુરક્ષાને ધ્યાને લઇ આંજણા પાસે નવી પોલીસ ચોકી ખોલવા તંત્રે નિર્ણય લીધો છે. આ ચોકી સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારમાં આવશે. આજે સવારે 10:30 કલાકે પોલીસ કમિશનરે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોલીસ ચોકીથી આંજણા વિસ્તારમાં ચોરી અને મોબાઈલ, ચેઈન સ્નેચિંગની ઘટનામાં પણ અંકુશ લાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાદરા અને સીંગણપોર વિસ્તારમાં નવું પોલીસ મથક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ગુનાખોરીનું ભારણ જોતા અમરોલી પોલીસ મથકનું વિભાજન કરી મોટાવરાછામાં પોલીસ મથક બનાવાય એવી માંગણી પણ કરવામાં આવી રહી છે.