ભારતની રક્ષા શક્તિમાં વધારો : સુપરસોનિક મિસાઈલ સ્માર્ટનું સફળ પરીક્ષણ

admin
1 Min Read

ભારતના વૈજ્ઞાનિકોની તરફથી સતત દેશની શક્તિ અને ટેકનીકને મજબૂત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડો (સ્માર્ટ)નું સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓએ ઓડિશાના તટીય વિસ્તારમાં આ સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે.

સુપરસોનિક મિસાઈલ સ્માર્ટ દ્વારા યુદ્ધ જહાજોમાં સ્ટેન્ડ ઓફ ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. પરિક્ષણ દરમિયાન તેની રેન્જ, એલ્ટીટ્યૂડ, ટોરપીડોને છોડવાની ક્ષમતા અને VRM પર સ્થાપિત કરવાની ક્ષમતા વગેરે બાબતોએ યોગ્ય રીતે કામ કર્યું, આ જ કારણ છે કે રક્ષા મંત્રાલયે તેને સફળ પરિક્ષણ ગણાવ્યું છે અને ડીઆરડીઓને આના માટે શુભેચ્છા પાઠવી છે. મહત્વનું છે કે, સ્માર્ટ મિસાઇલ મુખ્યત્વે ટોરપીડો સિસ્ટમનું હળવું સ્વરૂપ છે, જેને લડાકૂ જહાજો પર તૈનાત કરવામાં આવશે. તેની તૈયારી માટે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહિત અન્ય શહેરોમાં ડીઆરડીઓની લેબ્સમાં કામ કરવામાં આવી રહ્યું છે.

Share This Article