ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે (11 જાન્યુઆરી) રમાશે. રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રવાસની શરૂઆત પહેલા કહ્યું હતું કે તેમની ટીમ કંઈક મોટું હાંસલ કરવા માંગે છે. ભારતીય ટીમ કંઇક મોટી સિદ્ધિ મેળવીને વર્લ્ડ કપ ફાઇનલમાં હારના દર્દને ઓછું કરવાનો પ્રયાસ કરી રહી છે. રોહિતની ટીમ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી ન હતી પરંતુ શ્રેણી ડ્રો કરનારો બીજો કેપ્ટન બન્યો હતો. અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ દરમિયાન પણ રોહિત શર્મા પાસે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 પહેલા આ ભારતની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે. આવી સ્થિતિમાં ટીમ પાસે વર્લ્ડ કપની ટીમ પસંદ કરવા માટે વધુ વિકલ્પો નહીં હોય. રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના પછી રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પરત ફરવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર છે. જેના કારણે પસંદગીકારોએ રોહિતને વર્લ્ડ કપ પહેલા ટીમના સંચાલનની જવાબદારી સોંપી છે.
રોહિત શર્મા પાસે T20 ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બનવાની સુવર્ણ તક છે. રોહિત પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો ભારતીય કેપ્ટન તરીકે ટી20 ફોર્મેટમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ તોડી શકે છે. રોહિત શર્માએ 51 મેચમાં 39 જીત નોંધાવી છે જ્યારે એમએસ ધોનીએ 72માંથી 42 મેચ જીતી છે. જો ભારત અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ જીતવામાં સફળ થાય છે, તો રોહિત પુરૂષોની T20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત રીતે સૌથી સફળ ભારતીય કેપ્ટન તરીકે ધોનીની બરાબરી કરશે.
જો રોહિત આ સિરીઝમાં મેચો જીતવામાં સફળ નહીં થાય તો તેની પાસે જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં T20 ઈન્ટરનેશનલનો સૌથી સફળ કેપ્ટન બનવાની તક હશે.
T20I કેપ્ટન તરીકે સૌથી વધુ જીત
અસગર અફઘાન (અફઘાનિસ્તાન) – 42
એમએસ ધોની (ભારત) – 42
બાબર આઝમ (પાકિસ્તાન)- 42
ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ) – 42
બ્રાયન મસાબા (યુગાન્ડા) – 42
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- 40
રોહિત શર્મા (ભારત)- 39