વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે 12 જુલાઈથી બે ટેસ્ટ મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા લગભગ 1 મહિનાના બ્રેક બાદ મેદાન પર એક્શનમાં જોવા મળશે. સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંઈક એવું થયું કે તમામ ખેલાડીઓએ મેદાન ખાલી કરવું પડ્યું.
પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જ અરાજકતા સર્જાઈ હતી
ટેસ્ટ સિરીઝ પહેલા ગ્રાઉન્ડ પર જ માઈક અને કેમેરા લગાવીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો.આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા પણ રિપોર્ટર બન્યો હતો અને વાઈસ કેપ્ટનને સવાલો પૂછ્યા હતા. પરંતુ અચાનક વરસાદ આવ્યો અને બધાએ મેદાન છોડવું પડ્યું. મેદાન પર પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ પણ દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો BCCIએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ અજિંક્ય રહાણેને પૂછ્યું, ‘તમે ઘણી વખત વેસ્ટ ઈન્ડિઝ આવ્યા છો. તમે આ વિકેટ પર ઘણું ક્રિકેટ રમ્યું છે, ઘણા રન બનાવ્યા છે. તો તમે યુવા ખેલાડીઓ સાથે કેવી રીતે વાતચીત કરવા માંગો છો, તમે તેમને શું કહેવા માંગો છો. તેના જવાબમાં અજિંક્ય રહાણેએ કહ્યું, ‘મારો સંદેશ તમામ યુવા ખેલાડીઓ માટે છે. વેસ્ટ ઈન્ડિઝમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. પછી રોહિતે પૂછ્યું કે અહીંનું વાતાવરણ એકદમ ઠંડું છે. ક્રિકેટરો માટે તે કેટલું મહત્વનું છે કે કામ પર ફોકસ રાખવું જરૂરી છે. 5 વાગ્યા પછી શું કરવું તે પછીથી વિચારવું જોઈએ. આના જવાબમાં રહાણેએ કહ્યું, ‘તમે જે દેશમાં છો તેના અનુસાર હોવું જરૂરી છે. મેદાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, કોઈએ મેદાનની બહાર શું કરવું તે વિશે વિચારવું જોઈએ નહીં.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
When #TeamIndia Captain @ImRo45 turned reporter in Vice-Captain @ajinkyarahane88's press conference 😎
What do you make of the questions 🤔 #WIvIND pic.twitter.com/VCEbrLfxrq
— BCCI (@BCCI) July 11, 2023
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષુલ પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.
પ્રથમ ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લેકવુડ (વાઈસ-કેપ્ટન), એલીક અથાનાજ, ટેગેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમર રોચ, જોમેલ વોરકેન.