વૈશ્વિક બજારમાં ક્રૂડનો ઘટાડો થતાં ભારેત ઉઠાવ્યો લાભ

admin
1 Min Read

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને જણાવ્યુ હતું કે, ભારતે વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવને લઈને મોટો ફાયદો ઉઠાવ્યો છે. ભારતે પોતાના ક્રૂડના ભંડાર, ટેન્ક, પાઈપ લાઈનો અને જહાજોમાં 3 કરોડ 90 લાખ ટનનો સંગ્રહ કરી લીધો છે.

મહત્વનું છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. ભારત તેની જરુરીયાતોને પહોંચી વળવા પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી તેની આયાતનો 85 ટકા પૂરો કરે છે.

કોરોના સંક્રમણ દરમિયાન પડકારોના પ્રભાવને ઘટાડવા અંગે મંત્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસની અસરોને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યુ હોવાથી આખા વિશ્વમાં તેલની માંગ અચાનક અદ્રશ્ય થઈ ગઈ. ઊર્જા ક્ષેત્રની અભૂતપૂર્વ પરિસ્થિતિ છે. આવી સ્થિતિ પહેલા ક્યારેય નહોતી થઈ.

તેમણે કહ્યું કે, આ સ્થિતિને લીધે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો હતો. એક સમય એવો હતો જ્યારે યુએસ માર્કેટમાં ભાવ નકારાત્મક રેન્જમાં જતા હતા.પ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારત આ સ્થિતિનો લાભ તેના તેલ ભંડારને ફરીથી ભરવા માટે લઈ રહ્યો છે, જેથી તેનો ઉપયોગ પછીના દિવસોમાં કરી શકાય.

Share This Article