મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, ગદગદ થયેલા ટ્રમ્પે ટ્વિટ કરી ભારતનો આભાર માન્યો

admin
1 Min Read

દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકામાં હાલ કોરોના વાયરસના કારણે ભારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. લાખો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા અમેરિકા જાણે ઘૂંટણીયે પડી ગયું હોય તેમ તેણે ભારત પાસે મદદ માંગી હતી. ત્યારે ભારત મહાસત્તા અમેરિકાને બચાવવા માટે આગળ આવ્યુ છે..

ભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાની મંજૂરી આપી છે…જેને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ ગદગદ થઈ ગયા અને તેમણે મોડી રાત્રે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો..જોકે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જો ભારત આ દવા અમને નહીં આપે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે ભારતે પણ આકરૂ વલણ દાખવતા 24 જ કલાકમાં ટ્રમ્પ ઢીલા પડી ગયા છે અને તેમના સૂર પણ બદલાયા છે….

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ…ટ્રમ્પના ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત છે અને મુશ્કેલીના સમયમાં એક મિત્ર કામ આવે છે તેવુ ટ્વીટ કર્યુ હતું.

Share This Article