ભારત બંધ : કેજરીવાલને કરાયા નજરકેદ? દિલ્હી પોલીસ પર આમ આદમી પાર્ટીનો આરોપ

admin
1 Min Read

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન કોગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપ્યુ છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે. જોકે વહેલી સવારથી જ દેશભરમાં ચક્કાજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ત્યારે દિલ્હી પોલીસે ભાજપના ઈશારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરમાં જ નજરકેદ કર્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આપે ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું કે સીએમ જ્યારે સિંધુ સરહદ પર ખેડૂતોને મળીને પરત આવ્યા હતા ત્યારે પોલીસે તેમને નજરકેદ કરીને રાખ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલની આજની તમામ બેઠક રદ કરવામાં આવી છે. આપે આક્ષેપ કર્યો છે કે ગૃહ મંત્રાલયના આદેશ પર પોલીસે દિલ્હી નગર નિગમના ત્રણેય મેયરને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના મુખ્ય ગેટ બહાર ધરણા ઉપર બેસાડી દીધા હતા અને તેના બહાને બેરિકેડ ગોઢવી દેવામાં આવ્યા હતા. આમ કેજરીવાલ ઘરની બહાર નિકળી શકે નહીં અથવા તેમને મળવા કોઈ પ્રવેશ કરી શકે નહીં. આમ આદમી પાર્ટીના આ આક્ષેપથી દિલ્હી પોલીસ પણ ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે કામ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

Share This Article