એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો ગોલ્ડ મેડલ

admin
1 Min Read

એક્ટર આર માધવનનો દીકરો વેદાંતે ‘ધ એશિયન એજ ગ્રૂપ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો છે. માધવને આ ચેમ્પિયનશિપ સેરેમનીની તસવીર શૅર કરીને સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે ભારતને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મળ્યો. ભગવાનની કૃપા. વેદાંતનો આ પહેલો મેડલ છે, જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે…….માધવનની પોસ્ટ પર રોહિત રોયે કહ્યું હતું, અતુલ્ય ઉપલબ્ધિ.

અભિનંદન વેદાંત તથા ટીમ ઈન્ડિયા. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ કમેન્ટ કરી હતી કે રોકસ્ટાર છે. માધવનના ચાહકોએ પણ આ પોસ્ટ પર શુભેચ્છા પાઠવી છે……માધવન હાલમાં ‘રોકેટરી’માં વ્યસ્ત છે. વૈજ્ઞાનિક નમ્બી નારાયણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં છે અને ફિલ્મને ડિરેક્ટ પણ કરી રહ્યો છે.

Share This Article