તુર્કી ઓપન ચેમ્પિયનશિપમાં ભારતે લીધો ભાગ

admin
2 Min Read

જીનિયસ કિડ્સ અને મી મેક કંપની દ્વારા વાપી ચલા ખાતે કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યો હતો વાપી ના ચલા ખાતે તુર્કી માં ડિસેમ્બર મહિના માં યોજવામાં આવતો તુર્કી ઓપન ચેમ્પિયનશિપ 2019માં ભારતથી ભાગ લેવા જઈ રહેલા 40 વિદ્યાર્થીઓનો સત્કાર કરવામાં આવ્યું હતું.   અવસર પર મી મેક કંપનીના મી ફ્લિકનું પણ પ્રમોશન કરવામાં આવ્યું હતું. અવસર પર મી મેક કંપનીના ફાઉન્ડર એન્ડોલન જી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મેમરી વિષય પર તુર્કી જવા વાળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું . દર વર્ષે આયોજિત થતા તુર્કી ઓપનમાં લગભગ 17થી વધારે દેશોના પ્રતિસ્પર્ધીઓ હિસ્સો લે છે. અન્ય દેશોથી પ્રતિયોગીતામાં હિસ્સો લેતા પ્રતિસ્પર્ધી 25 વર્ષથી ઉપરના હોય છે.  જ્યારે ભારતમાં હિસ્સો લેતા પ્રતિસ્પર્ધીઓની ઉમર 7થી લઈ 14 વર્ષની હોય છે. લગભગ દોઢ વર્ષની મહેનત બાદ તુર્કી જતા વિદ્યાર્થીઓનું પ્રતિયોગીતા માટે ચયન થયું છે.  જીનિયસ કિડ્સ કંપની 5 વર્ષથી લઈને 14 વર્ષના બાળકોને મેન્ટલ મેંથની તાલીમ આપતા રહ્યા છે. સાથે જીનિયસ કિડ્સથીં જોડાયેલ મી મેક કંપની વિદ્યાર્થીઓને મેમરીના વિષયો પર તાલીમ આપતી આવી છે. હાલ શરૂ થયેલ મી ફ્લિક કંપનીના બાળકોને ફાસ્ટ ભણવાની ( સ્પીડ રીડીંગ) તથા ફાસ્ટ સમજવાની તાલીમ આપશે.

 

Share This Article