ઓલંમ્પિક ટેસ્ટ ઈવેન્ટમા ભારતે જાપાનને રગદોડ્યું

admin
1 Min Read

જાપાનમા ચાલી રહેલ ઓલંમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ભારતીય પુરુષ હોકી ટીમે પોતાની બીજી જીત મેળવી છે. મંગળવારે ભારત અને જાપાન વચ્ચે રમાયેલી મેંચમાં ભારતે 6-3થી જાપાનને હરાવીને જીત મેળવી હતી. .આ અગાઉ ભારતીય ટીમે મલેશિયાને 6-0થી હરાવ્યું હતું. પરંતું ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં, ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતે 1-2થી મેચ ગુમાવી હતી. .મહત્વનું છે કે ભારતીય ટીમે જાપાન સામેની મેચમાં શરુઆતથી જ આક્રમક દેખાવ કર્યો હતો અને ત્રીજી જ મિનિટે નીલકાંતા શર્માએ ભારતીય ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ નીલમ શેસ દ્વારા ગોલ કરવામાં આવ્યો હતો. ભારતની આક્રમક શરુઆતને રોકવામાં જાપાન નિષ્ફળ નિવડ્યું હતું. બીજા હાફમાં જાપાનનાં કેનતારોએ ગોલ કરી જાપાનનું ખાતું ખોલ્યું હતું. પરંતું 29 અને 30મી મિનિટે મનદિપે ગોલ કરી પોતાની હેટ્રીક પૂરી કરી હતી. જાપાને કમબેક માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતું તેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જાપાને ભારત વિરુદ્ધ 2 ગોલ ફટકાર્યા હતા, જ્યારે ભારતે જાપાન વિરુદ્ધ 6 ગોલ ફટકારી જીત મેળવી હતી. આ અગાઉ મહિલા હોકી ટીમે પણ, સારું પ્રદર્શન કરી જાપન વિરુદ્ધ જીત મેળવી હતી.

Share This Article