ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર થશે ભારત : વડાપ્રધાન મોદી

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈને એ સ્પષ્ટ કરી દીધું કે તેમનું કમિટમેન્ટ માત્ર વાતચીત કે કાગળો પુરતુ જ સિમિત નથી. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત વિષય પર વેબિનારને પીએમ મોદીએ સંબોધન કર્યુ હતું.

આ દરમિયાન તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં મારા પ્રયત્નો રહ્યા છે કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં બંધનોને તોડવામાં આવે. આ બેઠકમાં ભારતમાં રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં અમારા પ્રયત્નો રહ્યા છે કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેકટરથી જોડાયેલ બધી જ સાંકળોને તોડી નાખવામાં આવે. આમારો ઉદ્દેશ છે કે ભારતમાં ઉત્પાદન વધે અને નવી ટેકિનકનો વિકાસ ભારતમાં જ થાય. વડાપ્રધાન મોદીએ આ વેબિનારમાં કહ્યું કે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈને અમારું કમિટમેન્ટ માત્ર વાતો કે કાગળો સુધી સીમિત નથી. તેના માટે એક પછી એક કેટલાય પગલા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હાલમાં જ 101 ડિફેન્સ આઈટમ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જે આત્મનિર્ભર ભારત માટે સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

Share This Article