LAC પર વધતાં તણાવને લઈ ભારતીય સેનાએ કમાન્ડરોને શું આપ્યા આદેશ…જાણો

admin
1 Min Read

લદ્દાખમાં લાઈન ઓફ એચ્યુઅલ કંટ્રોલ એલએસી નજીક ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. શાંતિની વાતો કરનાર ચીન પોતાની સરહદમાં યુદ્ધાભ્યાસ કરવામાં લાગ્યુ છે. ચીને મોટી સંખ્યામાં સૈનિક બળ અને હથિયારોનો જથ્થો સરહદ પર તૈનાત કરી દીધો છે. ત્યારે સરહદ પર ચીનની હલચલને ધ્યાનમાં રાખતા ભારતીય સેનાએ પણ કમરકસી લીધી છે અને ફિલ્ડ કમાન્ડર્સને સેના દ્વારા કડક આદેશ આપી દેવાયા છે કે કોઈપણ ભોગે ચીની સૈનિકો સરહદ ઉલ્લંઘન કરવા ન જોઈએ.

મળતી માહિતી મુજબ, ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય લશ્કરે તેના ફિલ્ડ કમાન્ડર્સને સૂચના આપી દીધી છે કે કોઈ પણ ભોગે ચીનના સૈન્યને ઉલ્લંઘન કરવા ન દે અને ભારતીય વિસ્તારની સુરક્ષા કરતી વખતે અત્યંત શિસ્ત જાળવી રાખે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્ડ કમાન્ડર્સને તે પણ કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધારે પડતી શક્તિનું પ્રદર્શન ન કરે અને વધારે પડતા દળોનો પણ ઉપયોગ ન કરે.

સૂત્રોના જણાવ્યું મુજબ ભારતીય લશ્કર રેઝાંગ લા અને રેચેન લાના ઊંચાઈવાળા વિસ્તારો નજીક પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ભારતીય લશ્કર ત્યાં કોન્સર્ટિના વાયર લગાવી રહ્યા છે અને ચીનના લશ્કરને ચેતવણી પણ આપી દેવામાં આવી છે કે જો તેઓ ભારતીય સરહદનો ભંગ કરશે તો તેમને પરિણામ ભોગવવા પડશે.

Share This Article