ભારતીય ક્રિકેટ ટીમે બાપુને કર્યા યાદ

admin
1 Min Read

સમગ્ર દેશ ભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની જોરશોરથી ઉજવણી કરાઈ રહી છે. સાથે જ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ભારતીય ટીમે મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમના ખિલાડીઓએ પોતાની જર્સી પર સ્વચ્છ ભારત અભિયાનનું સ્ટીકર લગાવી મેદાનમાં ઉતરી હતી. સ્વચ્છ ભારત અભિયાન ના સ્ટિકર અંગે બીસીસીઆઈએ સત્તાવાર રુપે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફોટો શેર કરીને માહિતી આપી હતી. મહત્વનું છે કે ભારતે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ શ્રેષ્ઠ પ્રદર્શનની શરુઆત કરી હતી. ભારતીય ટીમ વતી રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડીએ વિકેટ ગુમાલ્યા વગર 202 રનનો સ્કોર કર્યો હતો. જણાવી દઈએ કે રોહિત શર્માએ ટેસ્ટ મેચના કરિયરમાં દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ રમાયેલી મેચમાં ડેવ્યૂ કર્યું છે.

Share This Article