ભારતીય ક્રિકેટર મનીષ પાંડે કરશે લગ્ન

admin
1 Min Read

ભારતીય ક્રિકેટર મનીષ પાંડે આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ સાઉથ ઈન્ડિયન અભિનેત્રી અશ્રિતા શેટ્ટીને પોતાની જીવનસાથી પસંદ કરી છે. હવે આ બન્નેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. મનીષ પાંડે આ વર્ષે 2 ડિસેમ્બરના રોજ અશ્રિતા સાથે લગ્નના બંધનમાં બંધાશે……

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મનીષ પાંડેએ ડિસેમ્બરમાં પોતાના લગ્નનું શેડ્યૂલ એટલા માટે રાખ્યું છે કે, તે દરમિયાન ભારતીય ટીમના તેના સાથી વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ ટી20 સીરિઝ માટે પણ ઉપલબ્ધ રહેશે. તેઓ પણ મનીષના લગ્નમાં હાજરી આપી શકે છે…….અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ નામ છે. ઈન્દ્રજીત અને ઉદ્યમ એનએચ 4 ફિલ્મોમાં અને શોમાં કામ કરી ચૂકી છે. રિપોર્ટ પ્રમાણે મનિષ પાંડે અને અશ્રિતા વચ્ચે રિલેશનશીપ હતી, હવે બન્નેની સત્તાવાર લગ્નની જાહેરાત થઇ ચૂકી છે…..અશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે.

 

Share This Article