સુરંગ દ્વારા 200 મીટર સુધી પાકિસ્તાનમાં ઘુસી ગયા ભારતીય સૈનિક

admin
1 Min Read

પાકિસ્તાની આતંકવાદને દેશમાં પ્રવેશતો અટકાવવા માટે ભારતીય સેના દિવસ રાત સરહદ પર ફરજ બજાવી રહી છે. આ અભિયાન હેઠળ જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં 22 નવેમ્બરે એલઓસી પાસે 200 મીટર લાંબી સુરંગ મળી આવી હતી જેનો ઉપયોગ પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી માટે કરતા હતા.

ભારતીય સેનાએ નગરોટા એનકાઉન્ટરમાં આતંકીઓનો ખાતમો કર્યો હતો જેઓ આ સુરંગ દ્વારા પ્રદેશમાં ઘૂસ્યા હતા. જોકે આંતરરાષ્ટ્રીય સરહદ પર 200 મીટર લાંબી સુરંગ વિશે માહિતી આપતા સેનાના એક અધિકાર જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાન સુરંગ દ્વારા પાકિસ્તાન તરફ 200 મીટર અંદર ગયા હતા.

જ્યાં તેમને બિસ્કિટના પેકેટ્સ અને અન્ય ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ પ્રોડક્ટ્સ લાહોરની એક કંપની Master Cuisine Cupcakeની હતી. બીએસએફના સ્થાપના દિવસે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડીજી રાકેશ અસ્થાનાએ મંગળવારે આ ઓપરેશન વિશે માહિતી આપતા કહ્યુ કે, સુરક્ષા દળો દ્વારા એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળેલા ફોનથી જમીનમાં સુરંગ શોધી લીધી હતી.

Share This Article