ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત, ચીની સેનાએ કરવી પડી પીછેહઠ

admin
1 Min Read

ભારત અને ચીન સીમા વિવાદની વચ્ચે એક મોટા સમાચાર મળ્યા છે. પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીને 1.5 થી 2 કિમી સુદી પોતાના ટેન્ટ પાછળ હટાવી લીધા છે. આ ટેન્ટ પેટ્રૉલિંગ પૉઇન્ટ 14થી પાછળ હટાવી લીધા છે. ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા વિવાદમાં હવે મોટી ખબર સામે આવી છે.

15 જૂને જે જગ્યાએ બંને દેશોની સેના આમને-સામને આવી ગઇ હતી, હવે ત્યાંથી ચીની સેનાએ કેટલાંક કિલોમીટર સુધી પીછેહઠ કરી છે. સેનાઓ વચ્ચે સતત સૈનિકોની પીછેહઠને લઇને મંથન ચાલી રહ્યું હતું તેવામાં તેને પ્રક્રિયાનો પહેલો પડાવ માનવામાં આવી રહ્યો છે. લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ગલવાન ઘાટીમાં હિંસા વાળા સ્થળ પાસે ચીની સેના આશરે એક કિલોમીટર પાછળ હટી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, બંને દેશોની સેનાએ રિલોકેશન પર સહમતિ વ્યક્ત કરી છે અને સેનાઓ વર્તમાન સ્થાનથી પાછળ હટી ગઇ છે. ગલવાન ઘાટી પાસે હવે બફર ઝોન બનાવવામાં આવ્યો છે, જેથી કોઇપણ પ્રકારની હિંસક ઘટના ફરીથી ન ઘટે. મહત્વનું છે કે, બન્ને દેશોની સેનાએ ડિસએન્ગેજમેન્ટ પર સહમતી દર્શાવી છે, અને સેનાઓ હાલના સ્થાનથી પાછળ હટી છે. આ ડિસએન્ગેજમેન્ટની સાથે જ ભારતીય સેના અને ચીની સેનાની વચ્ચે નિયંત્રણ રેખા પર બફર ઝૉન બની ગયો છે.

Share This Article