રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડમાં જોવા મળી ભારતની તાકાત

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા પર તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી બાદ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની પરેડમાં ભાગ લીધો હતો. PM મોદીએ કેવડિયામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું નિરીક્ષણ કર્યું અને પરેડની સલામી લીધી.

આ પરેડમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓના જવાનો સામેલ થયા હતા. પરેડની પહેલા વડાપ્રધાન મોદીએ સુરક્ષા એજન્સીઓના જવાનોને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં NSG, NDRF, CRPFની મહિલા યુનિટ અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓ સામેલ થઈ હતી. જેમણે શાનદાર પરેડનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી જગુઆર એરક્રાફ્ટ પણ પસાર થયા હતા.

એક્તા પરેડની સાથે સાથે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પહેલા સવારે વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું.

Share This Article