યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિનની કરાઈ ઉજવણી, ભારતની મેજર સુમનને પણ કરવામાં આવી સન્માનિત

admin
1 Min Read

વિશ્વભરમાં 29 મેએ સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુદ્ધથી વિનાશ વેરાયેલા દેશો અને સમાજમાં શાંતિ તેમજ સુરક્ષા સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બહાદુર પુરુષો અને મહિલાઓના કાર્યને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવે છે.

યુએન શાંતિ મિશનમાં ફરજ બજાવતા લોકોના માનમાં ઇન્ટરનેશનલ ડે ઓફ યુએન પીસકીપર્સ ઉજવવામાં આવે છે. યુએનના પ્રથમ શાંતિ મિશનની શરૂઆત 72 વર્ષ પહેલાં 29 મે 1948ના રોજ થઈ હતી.

યુએન સુપરવિઝન ઓર્ગેનાઇઝેશનની રચના આરબ-ઇઝરાયલી યુદ્ધમાં યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ પર નજર રાખવા માટે કરવામાં આવી હતી.

તેની યાદમાં 29 મી મેના રોજ યુએન શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે, યુએનનાં શાંતિ મિશનમાં કાર્યરત લોકોની સખત મહેનત, હિંમત અને સમર્પણનું સન્માન કરવામાં આવે છે.

યુએન શાંતિ મિશનમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોને પણ યાદ કરવામાં છે. ત્યારે આ વખતે 29મેએ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતરેજ યુએન પીસકીપર્સ ડેના રોજ વર્ચુઅલ સમારોહ દરમિયાન બંને મહિલા અધિકારીઓને સન્માનિત કર્યા હતા.

જે ભારતીયને આ વિશેષ સન્માન મળ્યું છે તે છે મેજર સુમન ગવાની. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીયને યુનાઇટેડ નેશન્સ મિલિટ્રી જેન્ડર એડવોકેટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

Share This Article