ઈન્ટરનેશનલ : શું તમે જાણો છો? પૃથી પર ૪ નહિ પણ ૫ મહાસાગર આવેલા છે..

admin
2 Min Read

દુનિયામાં અત્યાર સુધી કહેવાતુ હતુ કે ચાર મહાસાગરો છે. આપણે બધા આપણી શાળાનાં પુસ્તકોમાં પૃથ્વી પર ચાર મહાસાગરો વિશે વાંચ્યુ હતુ. પરંતુ હવે પૃથ્વી પર પાંચમાં મહાસાગરની માહિતી સામે આવી છે. આપણે સૌ ભુગોળના પુસ્તકોમાં ઈન્ડિયન, એટલાન્ટિક, પેસેફિક અને આર્કટિક.. ઘરતી પરના આ ચાર મહાસાગરો વિશે ભણ્યા હોઈએ છીએ. પરંતુ ધરતી પર એક પાંચમો મહાસાગર છે. આ મહાસાગરને સધર્ન ઓશન એટલે કે દક્ષિણ મહાસાગર નામ અપાયું છે. હકીકતે મહાસાગર તો ત્યાં લાખો વર્ષોથી છે, પરંતુ તેને અલગ મહાસાગર તરીકે ઓળખવાની હવે શરૃઆત થઈ છે. ધરતીનો 71 ટકા ભાગ પાણીથી ધેરાયેલો છે. બધે પાણી તો સરખુ જ હોય છતાં, પણ તેમાં રહેલા વિવિધ લક્ષણોને આધારે મહાસાગર, સમુદ્રમાં તેનું વિભાજન થયેલું છે. જે અંગે નેશનલ જિયોગ્રાફિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પૃથ્વીનાં દક્ષિણ ધ્રુવની નજીક એક દક્ષિણ સમુદ્ર છે, જે એન્ટાર્કટિકાની આસપાસનો વિસ્તાર છે. પાંચમાં મહાસાગરનું નામ Southern Ocean રાખવામાં આવ્યું છે.

અને યુ.એસ.એ તેની સત્તાવાર મંજૂરી પણ આપી દીધી છે. એટલે કે, હવે પૃથ્વી પર એટલાન્ટિક, પેસિફિક મહાસાગર, ઈન્ડિયન ઓસિયન એટલે કે હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર પછી દક્ષિણ મહાસાગરને પાંચમાં મહાસાગર તરીકે ઓળખવામાં આવશે. નેશનલ જ્યોગ્રાફિકના નિષ્ણાતોએ કહ્યુ હતુ કે આ પાંચમો મહાસાગર છે એ સંશોધકો તો વર્ષોથી જાણે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસાગરને માન્યતા આપવા માટે સહમતી સધાઈ ન હતી. એટલે મહાસાગર હોવા છતાં ઓળખ મળતી ન હતી. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે દક્ષિણ મહાસાગરને કયો મહાસાગર સ્પર્શે છે, તો તેનો સીધો જવાબ પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર છે. તેથી, તેની સાથે સંબંધિત બધી માહિતી ઘણી રીતે મહત્વપૂર્ણ બની જાય છે. 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે અને 8 મી જૂને નેશનલ જિયોગ્રાફિક દ્વારા પાંચમાં મહાસાગરની શોધની ઘોષણા કરવામાં આવી હતી.

Share This Article