રાજસ્થાન રોયલ્સ વિ પંજાબ કિંગ્સ IPL 2024 ની 65મી મેચ પછી, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. RR બેટ્સમેન સંજુ સેમસન અને રિયાન પરાગે સિઝનમાં 500 રનનો આંકડો પાર કરી લીધો છે. આ બંને બેટ્સમેન IPL 2024માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ-6માં છે. આ સિવાય પંજાબ કિંગ્સના હર્ષલ પટેલે પર્પલ કેપની રેસમાં ફરી મોખરે લીધુ છે. હર્ષલ પટેલ ફરી એકવાર જસપ્રિત બુમરાહ પાસેથી જાંબલી કેપ છીનવવામાં સફળ રહ્યો, જ્યારે અર્શદીપ સિંહ અને સેમ કુરાનને પણ ફાયદો થયો.
સૌથી પહેલા જો આપણે ઓરેન્જ કેપની વાત કરીએ તો વિરાટ કોહલી 13 મેચમાં 66ની એવરેજ અને 155ની સ્ટ્રાઈક રેટ સાથે 661 રન બનાવીને આ યાદીમાં ટોપ પર છે. તેના સિવાય આ સિઝનમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન 600 રનનો આંકડો પાર કરી શક્યો નથી. RR vs PBKS મેચમાં, રિયાન પરાગ 48 રનની ઇનિંગ રમીને ટોપ-5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો, તે કુલ 531 રન સાથે ચોથા સ્થાને છે. સંજુ સેમસન 504 રન સાથે છઠ્ઠા સ્થાન પર છે.
પર્પલ કેપની વાત કરીએ તો પંજાબ કિંગ્સના હર્ષલ પટેલે રાજસ્થાન રોયલ્સ સામે બે વિકેટ લઈને આ યાદીમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે. તેણે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. હર્ષલ પટેલના નામે આ સિઝનમાં હવે 22 વિકેટ છે, જ્યારે જસપ્રિત બુમરાહ 20 વિકેટ સાથે બીજા સ્થાને છે. આ બે સિવાય ટોપ-5માં વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહેમદ છે.
અર્શદીપ આ યાદીમાં 17 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે સેમ કુરન 16 વિકેટ સાથે 11માં સ્થાને છે.