રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઇટન્સ IPL 2024 ની 24મી મેચ પછી, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. સંજુ સેમસન, રિયાન પરાગ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી માટે ખતરો બની ગયા છે. યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર પર્પલ કેપ રેસ જીતી લીધી છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાન રોયલ્સને IPL 2024માં ગુજરાત ટાઇટન્સના હાથે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. જીટીએ આ મેચ 3 વિકેટથી જીતી લીધી હતી.
ઓરેન્જ કેપની વાત કરીએ તો હાલમાં આ લિસ્ટમાં કિંગ કોહલી 316 રન સાથે ટોપ પર છે. પરંતુ RR vs GT મેચમાં સંજુ સેમસને 68 રન, રાયન પરાગે 76 રન બનાવ્યા અને શુભમન ગીલે 72 રન રમીને ઓરેન્જ કેપ તરફ આગળ વધ્યા. રિયાન પરાગ હવે આ યાદીમાં 261 રન સાથે વિરાટ કોહલી પછી બીજા સ્થાને છે. શુભમન ગિલ 255 રન સાથે ત્રીજા અને સંજુ સેમસન 246 રન સાથે ચોથા સ્થાને છે.
આ યાદીમાં ટોપ-5માં સામેલ છેલ્લો ખેલાડી ગુજરાત ટાઇટન્સનો ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શન છે. આ ડાબા હાથના બેટ્સમેને 6 મેચમાં 226 રન બનાવ્યા છે.
પ્લેયર | મેચ | રન | સરેરાશ | સ્ટ્રાઈક રેટ |
---|---|---|---|---|
વિરાટ કોહલી | 5 | 316 | 105.33 | 146.30 |
રિયાન પરાગ | 5 | 261 | 87.00 | 158.18 |
શુભમન ગિલ | 6 | 255 | 51.00 | 151.79 |
સંજુ સેમસન | 5 | 246 | 82.00 | 157.69 |
સાંઈ સુદર્શન | 6 | 226 | 37.67 | 127.68 |
પર્પલ કેપની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલે ગુજરાત ટાઇટન્સ સામે 2 વિકેટ લઈને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જીટી સામે ચહલે શુભમન ગિલ અને વિજય શંકરની મહત્વની વિકેટ લીધી હતી. હવે આ લેગ સ્પિનર 10 વિકેટ સાથે IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. તેમના સિવાય ટોપ-5માં ચેન્નાઈ સુપર કિંગ્સના મુસ્તાફિઝુર રહેમાન, પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ, ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સના ખલીલ અહેમદનો સમાવેશ થાય છે.
પ્લેયર | મેચ | વિકેટ | સરેરાશ |
---|---|---|---|
યુઝવેન્દ્ર ચહલ | 5 | 10 | 13.20 |
મુસ્તાફિઝુર રહેમાન | 4 | 9 | 14.22 |
અર્શદીપ સિંહ | 5 | 8 | 20.00 |
મોહિત શર્મા | 6 | 8 | 27.00 |
ખલીલ અહેમદ | 5 | 7 | 24.29 |