આમિર ખાનની પુત્રી ઇરા આજકાલ તેની ડાઈરેકશન ડેબ્યૂ માટે ચર્ચામાં છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવનારી ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં, ઇરાનો જિમ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે આખરે પડી જાય છે. ઇરા હંમેશા તેના ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે આ વખતે ઇરાએ તેનો વર્કઆઉટ વીડિયો પોસ્ટ કર્યો છે, જેનાથી જાણી શકાય કે તે ફિટનેસ ફ્રીક પણ છે. આ વીડિયોમાં તે જીમ વેરમાં જોવા મળી રહી છે અને તે ઘણી અલગ કસરત કરી રહી છે. આ પહેલા ઇરા તેના બોયફ્રેન્ડ સાથે ડાન્સ વીડિયોને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. ઇરાએ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપાલાની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ઇરા દ્વારા નિર્દેશિત અંગ્રેજી નાટક ‘યુરીપાઇડ્સ મીડિયા’ જલ્દી જ જોવા મળશે જેનું આ વર્ષના અંતે દેશના પસંદગીના શહેરોમાં પ્રીમિયર યોજાશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -