આકરી ગરમી છે, ચોમાસું આવ્યું નથી અને મુંબઈમાં માત્ર 45 દિવસનું પાણી બાકી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા આ સંકેત આપે છે. જોકે, રાહતના સમાચાર છે કે હાલમાં મુંબઈમાં પાણી કાપની કોઈ યોજના નથી. મુંબઈ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી, હરિયાણાના ગુરુગ્રામ સહિત કેટલાક શહેરોમાં પાણી પુરવઠાને લઈને ચિંતા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, શહેરમાં હાલમાં પાણીનો સ્ટોક 15.6 ટકા છે, જે 2.5 લાખ મિલિયન લિટરની સમકક્ષ હોવાનું માનવામાં આવે છે. 15 જૂન 2022ના રોજ આ આંકડો 12.24 ટકા હતો. જ્યારે આ તારીખે 2021માં પાણીનો સ્ટોક 12.75 ટકા હતો. અધિકારીઓનું કહેવું છે કે એક ટકા પાણી મુંબઈમાં ત્રણ દિવસના પાણીના વપરાશની બરાબર છે.
મુંબઈને રોજિંદા ઉપયોગ માટે તાનસા, ભાતસા, મોડક સાગર, તુલસી, વેહાર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે. આમાંના મોટાભાગના તળાવો મુંબઈની બહાર અને થાણે, ભિવંડી અને નાસિક જેવા વિસ્તારોમાં આવેલા છે. ચોમાસા દરમિયાન, આ તળાવો પાણીથી ભરાઈ જાય છે અને આખા શહેરને પુરવઠો પૂરો પાડે છે.
ગુરુગ્રામમાં પણ લાંબા સમયથી પાણી પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત છે. આ સ્થિતિમાં ખાનગી ટેન્કરો પાસેથી 1500 થી 5000 રૂપિયામાં ટેન્કર ખરીદવું પડે છે તેવો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. સુશાંત લોક 1, 2 અને 3, સેક્ટર 67, સેક્ટર 57, સેક્ટર 38, 48, સેક્ટર 37 અને દ્વારકા એક્સપ્રેસ વે, માનેસર અને પાલમ વિહારની સોસાયટીઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GDMA પર પાણીની લાઈનો સાથે ચેડા કરવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. જીએમડીએના અધિકારી અભિનવ વર્મા કહે છે કે દરરોજ લગભગ 70 મિલિયન લિટર પાણીની અછત છે. “દરરોજ 640 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD)ની જરૂરિયાત છે અને અમે 570 MLD સપ્લાય કરી રહ્યા છીએ,” તેમણે કહ્યું. જીએમડીએના અધિકારીઓનું કહેવું છે કે ઈમરજન્સીમાં તેઓ ટ્યુબવેલ દ્વારા એમસીજીની મદદ લે છે.
સોનીપતના બરવાસની ગામ નજીક ચેનલ લાઇન્ડ કેનાલ (CLC)ના એક ભાગમાં ભંગાણને કારણે દિલ્હીમાં લગભગ 30 લાખ લોકોને ઓછા પાણીના દબાણનો સામનો કરવો પડી શકે છે. ગુરુવારે આવેલી મુશ્કેલીની આ અસર બે-ત્રણ દિવસ સુધી રહી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે કેનાલ પાણી પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે, જે યમુનાના પાણીને હરિયાણાથી દિલ્હી લાવે છે અને તેને દિલ્હી જલ બોર્ડના બે પ્લાન્ટ સુધી પહોંચાડે છે.