‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ માં જબરદસ્ત અભિનય બાદ ઇશાન ખટ્ટરને ફિલ્મ ‘ધડક’માં પણ ખૂબ પ્રશંસા મળી હતી. હવે તે તેની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’ માટે સખત મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે પોતાની ફિટનેસ ઉપર સખત મહેનત કરી છે. ફેન્સ પણ તેનું ટ્રાન્સફોર્મેશન જોઇને હેરાન થઈ ગયા છે. ઈશાને તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ચાહકો ઇશાનના એબ્સ અને બાયસેપ્સને લઈને ક્રેઝી બની રહ્યા છે. ઈશાને ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ દરમિયાનની તેની તસવીરો શેર કરી છે. આ પછી, તેણે તેની તુલના કરીને તેના નવા ફોટા શેર કર્યા છે. જેમાં તે એકદમ ફીટ લાગી રહ્યો છે હાલમાં જ ફિલ્મ ખાલી પીલીનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે સાથે જોવા મળશે. અનન્યા પાંડેએ હાલમાં જ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ છે. ખાલી પીલી સિવાય તે કાર્તિક આર્યન સાથે ‘પતિ પત્ની ઓર વો’માં પણ જોવા મળશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -