બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ થવાનો મામલો

admin
1 Min Read

લાખો પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવી પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના કાર્યકરો તેમજ સુરત શહેર ઉપરાંત રાજ્યભરમાં અન્ય મહાનગરો,  જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.  બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 20મી ઓક્ટોબરે યોજાવવાની હતી . ત્યારે છેલ્લી ઘડીએ સરકારે પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવાના કારણ આગળ ધરી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારના નિર્ણયને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઇ છે. પરીક્ષા રદ કરવાના મુદ્દે કોગ્રેસે આજે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા મથકોએ દેખાવો યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, સરકારી નોકરીની ભરતીમાં કૌભાંડએ ભાજપની આગવી ઓળખ બની છે.   ઉપરાંત અગાઉ પણ લોકરક્ષક, વનરક્ષક સહિતની પરીક્ષાઓ રદ થઇ છે ત્યારે ગુજરાતના શિક્ષિત યુવાઓએ હવે ભાજપ સરકાર પરથી ભરોસો ગુમાવ્યો છે.

 

Share This Article