ડોક્ટરને ભગવાનનું રુપ માનવામાં આવે છે પણ આજકાલ ડોક્ટરોને તો ફક્ત પૈસા જ દેખાય છે. એમના માટે સેવા કરતા પૈસા વધુ મહત્વના થઈ ગયા છે. જેનો સાક્ષી પુરતો દાખલો સાબરકાંઠાના ઈડરમાં સામે આવ્યો છે. ઈડરની લાઈફલાઈન નામની ખાનગી હોસ્પિટલ ડૉક્ટર્સે મૃત વ્યક્તિની સારવાર કરી છે. મડદાંને આખી રાત રાખી મુકી દર્દીની સગા પાસેથી દવાઓ મંગાવી હતી. ડોક્ટરે પૈસા પડાવવા મૃતકની સારવાર કરી હોવાનો મૃતકના સગાનો દાવો છે. સાબરકાંઠાના ઇડરની ખાનગી હોસ્પિટલે માનવતા નેવે મૂકીને દર્દીનું મૃત્યુ થઇ ગયું હોવા છતાં દવાઓ મગાવવાનું ચાલું રાખ્યું હતું. મૃતકના પરિવારજનોએ સવાલ કરતા ડૉક્ટરોએ ઉડાઉ જવાબ આપ્યા હતા. ત્યારે ડોક્ટરોની લૂંટના કાળાકામનો વિડીયો સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠાના ઇડર ખાતે આવેલી લાઈફલાઈન નામની ખાનગી હોસ્પિટલે એક મૃતદેહની સારવાર કરવાનું નાટક કરીને મૃતકના પરિવારજનો પાસેથી સારવાર માટેના નાણાં પડાવી લીધા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -