અશોક ગેહલોતના નજીકના ગણાતા લોકોને ત્યાં ITના દરોડા

admin
1 Min Read

રાજસ્થાનમાં રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યુ છે. રાતભર સરકાર બચાવવા કોંગ્રેસ છાવણીમાં મંથન ચાલુ છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે દિલ્હીમાં પડાવ નાખ્યો છે. રાજકીય રમત વચ્ચે આવકવેરા વિભાગે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના લોકોના ઘરે દરોડા પાડ્યા છે. રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોતના વિશ્વાસુ લોકો પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડવાનું શરૂ કરી દીધુ છે.

(File Pic)

આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. આ તવાઈ અશોક ગહલોતના નજીકના ગણાતા ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાના ઠેકાણાં પર બોલાવવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ દરોડાની સૂચના સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી નથી.

આવકવેરા વિભાગની ટીમ કેન્દ્રીય રિઝર્વ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે આ કાર્યવાહી બદલાની ભાવનાથી થઈ રહી છે. જાણકારી અનુસાર ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરા સીએમ અશોક ગેહલોતના પોલિટિક્સ અને ફંડ મેનેજર છે. હકીકતમાં આ દરોડા ત્યારે પડ્યા છે, જ્યારે અશોક ગેહલોતે ધારાસભ્ય દળની જયપુરમાં બેઠક બોલાવી છે. તો ડેપ્યુટી સીએમ પાયલટે દિલ્હીમાં કેમ્પ કર્યો છે.

Share This Article