રીતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ ફિલ્મના ઍક્શનનું પ્લાનિંગ મહિનાઓ સુધી કરવામાં આવ્યું હતું. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઍક્શનથી ભરપૂર ફિલ્મ છે. રિતિક અને ટાઇગરની ગણતરી ઍક્શન સ્ટારમાં થાય છે અને આ માટે તેમણે સાત દેશમાં શૂટિંગ કર્યું છે. હૉલીવુડની ફિલ્મો ‘ધ ડાર્ક નાઇટ’,‘સૅન ઍન્ડ્રિયસ’,ટીવી-શો ‘ગૅમ ઑફ થ્રોન્સ’ના એકશન ડિરેક્ટર પૉલ જેન્નિન્ગ્સ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘કેસરી’ના ઍક્શન ડિરેક્ટર પરવેઝ શેખે મળીને આ ફિલ્મની ઍક્શનને ડિઝાઇન કરી છે. આ ફિલ્મમાં રિતિક અને ટાઇગર હવામાં, જમીન પર અને દરિયામાં પણ ફાઇટ કરતાં જોવા મળશે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘ઇન્ડિયામાં અત્યાર સુધી આવી ફિલ્મો કોઈએ નહીં બનાવી હોય કારણ કે ઍક્શન પાછળ અમે એક વર્ષ કરતાં પણ વધુ સમય ફાળવ્યો છે. ભારતના દર્શકો માટે હું એકદમ અદ્ભુત અને સતત ગૂસબમ્પ આપતી રહે એવી ફિલ્મ બનાવવા માગતો હતો. આ જ કારણ છે કે એ માટે મેં ઍક્શન પાછળ એક વર્ષ ફાળવ્યું હતું. હૉલીવુડની ઍક્શન ફિલ્મો જેવી બૉલીવુડ પણ ફિલ્મ બનાવી શકે છે એ મારે ભારતીય દર્શકોને દેખાડવું છે. રિતિક અને ટાઇગર પાસેથી દર્શકો ખુબ અપેક્ષા રાખે છે એના પર મારે પણ ખરુ ઉતરવાનું છે.’

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -