ટ્વિટર પર પણ જય શ્રી રામ – જય શ્રી રામ…છવાયો ભૂમિપૂજન કાર્યક્રમ

admin
1 Min Read

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન આજે વિધિવત રીતે સંપન્ન થયુ છે. પીએમ મોદીએ શિલાન્યાસ સાથે હવે રામ મંદિરના નિર્માણનું કામ પણ શરુ થવા જઈ રહ્યુ છે. ત્યારે રામ મંદિર ભૂમિપૂજનની શરૂઆત થતા દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ શરૂ થયો હતો.

 

તેમાંય સોશિયલ મીડિયા પર પણ રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લોકોએ વધાવી લીધો હતો. ટ્વિટર પર યુઝર્સ દ્વારા વહેલી સવારથી જ રામ મંદિર ભૂમિપૂજનને લઈ વિવિધ ટ્વિટ કરવા લાગ્યા હતા.

જય શ્રી રામના લખાણ સાથે ભગવાન શ્રી રામના ફોટો પણ શેર કર્યા હતા. તો ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી રીધમ ભટ્ટે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી અયોધ્યામાં આકાર લેનાર રામ મંદિરની તસવીર શેર કરીને પોસ્ટ કરી હતી. અભિનેત્રીના આ ફોટોને પણ ઘણા યુઝર્સે લાઈક કરીને રીટ્વિટ પણ કર્યો હતો.

Share This Article