જૈશ એ મોહમ્મદે કાશ્મીરમાં જેહાદની ધમકી આપી – જૈશ-એ-મોહમ્મદના સમર્થકોએ ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યા

admin
1 Min Read

આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન એક બાજુ જ્યાં કાશ્મીર પર પોતાનો જૂનો રાગ આલાપી રહ્યું છે ત્યાં હતાશ થયેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતને ધમકીઓ પર ધમકી આપવાનું ચાલુ કરી દીધુ છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મુઝફ્ફરાબાદમાં આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરતા દેખાવો કર્યાં અને કાશ્મીરમાં જેહાદની ધમકી આપી. આ વિરોધ પ્રદર્શનમાં કહેવાયું કે આર્ટિકલ 370 અને 35એ હટાવ્યાં બાદ જે પાકિસ્તાને કર્યું તે તેણે બહુ પહેલા કરવા જેવું હતું. અમે હતાશ થઈશું નહીં. હિન્દુસ્તાન સાથે બાથમબાથ થઈ જાય. હવે નારા, જીંદાબાદ, મુર્દાબાદથી કશું વળશે નહીં. શબ્દોની સરખામણીએ એક્શન વધુ મહત્વ ધરાવે છે. અમે બધા તૈયાર છીએ. જૈશ સમર્થક ખાલિદ સૈફુલ્લાએ ભારત વિરુદ્ધ તેમના નફરતવાળા ભાષણમાં કહ્યું હતું કે, કોઈ પણ કાર્યવાહી શબ્દો કરતા વધારે કામ કરે છે. મારા દોસ્ત અમે બધા જેહાદ કરવા તૈયાર છીએ. સૈફુલ્લાએ રાજીવ ગાંધીના સમયમાં પણ ભારતને ધમકી આપવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ જિયા ઉલ-હકના વખાણ કર્યા હતા. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં આતંકીઓ જાહેરમાં રેલી કરી રહ્યા છે. પાકિસ્તાન પહેલેથી જ આંતરરાષ્ટ્રીય આતંકવાદની આર્થિક સ્થિતિનું ધ્યાન રાખનાર સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં છે.

Share This Article