જામવાળામાં આવેલા જમજીર ધોધ

admin
1 Min Read

ગીર સોમનાથ જિલ્લો ત્યાં આવેલા જામવાળા નજીક આવેલો જમજીર ધોધ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લ્હાવો છે.શીંગવડો નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે.30 ફૂટ ઉંચાઇથી વહેતા આ ધોધની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગૂમાવી દે છે. આ ધોધનાં સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. જમજીરનાં ધોધને દૂરથી માણવામાં જ ડહાપણ છે. અહીં સૂચનાના બોર્ડ તો છે. પરંતુ સિક્યુરીટીના નામે મીંડુ છે. ત્યારે સરકાર દ્વારા આ ધોધને ટુરિઝમમાં સમાવવામાં આવે અને અહીં સુરક્ષાના ધારા ધોરણ કડક કરવામાં આવે તે જરૂરી છેઉલેખ્નીયા છે કે સીંગોડા ડેમ 80 ટકા ભરાતા એક દરવાજો ખોલાયો હતો જેના કારણે જમજીરનો ધોધ ફરી વહેતો થયો હતો.ધોધના રમણીય અને આકર્ષક દરસ્યો નિહાળવા લોકો મોટી સખ્યામાં ઉમટી પડયા હતા.

Share This Article