જામનગર: ગઈ કાલે સાસરીમાં રહેલ પુત્રીની મદદ કરવા તેમના માતાપિતા એ ૧૮૧માં કોલ કરી જાણ કરેલ કે મારી દીકરીને તેના સસરા અને જેઠ દ્વારા મારકુટ કરીને પૂરી રાખવામાં આવેલ છે અને છેલ્લા બે દિવસથી ખાવા પીવા નથી દીધું અને તેની સાથે વાતચીત કરવા દેતા નથી છેલ્લે વાત થઈ ત્યારે મારી દીકરી એ એવું જણાવેલ કે મને લઈ જાઓ નકર આ લોકો મને મારી નાખશે
પીડિતાના માતાએ જણાવેલ કે અમે બીજા જિલ્લામાં રહીએ છીએ તો ત્યાંથી તાત્કાલિક પહોંચી શકીએ નહીં જેથી પોલીસ ફરિયાદ કરવા ગયેલ તેમને જણાવેલ કે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઈ શકાય છે અને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી એડ્રેસ જણાવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ કાલાવડ તાલુકાના ગામડામાં જઈને ખૂબ તપાસ ને શોધખોળ બાદ પીડિતાના ઘરે પહોંચે
181 ટીમના કાઉન્સિલર મનિષાબેન વઢવાણા અને કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા દ્વારા ખૂબ કાઉન્સિલિંગ બાદ જાણવા મળેલ કે તેમના જેઠ અને સસરા દ્વારા નશા ની હાલતમાં અવાર-નવાર મારકુટ કરવામાં આવતી અને પીડીતાબેન ને તેના માતા પિતા ના ઘરે જવા દેતા નહીં છેલ્લા 14 મહિનાથી જવા ન દીધેલ અને જવાનું કહે તો મારી નાખવાની ધમકીઓ આપતા અને બાળક લઈ લેવાનું કહેતા પીડીતાબેન ડરી ને કંઈ કરતા નહીં
ઘટના સ્થળ પર જઈને પીડિતાને આશ્વાસન આપી શાંત કરી તેમના જણાવ્યા મુજબ તેમના પિતા ના ઘરે જવું હતું અહીંયા તેમને જાનનું જોખમ લાગતું જેથી બહેનના ફેમેલીને લેવા આવવાનું જણાવેલ પરંતુ ફેમેલી તાત્કાલિક લેવા આવી શકે તેમ ન હતા. જેથી OSC સેન્ટર ની માહિતી આપી તેમના પિતાને જાણ કરેલ કે તમારી દીકરીને સંસ્થામાં એક દિવસનો આશ્રય અપાવી સલામત રાખેલ છે અને તેમના પિતાને જાણ કરેલ કે બીજા દિવસે સવારે આવીને તેમની દીકરીને લઈ જાય અને આગળ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે
181 મહિલા હેલ્પલાઇનની ટીમ પીડીતાને કાલાવાડના ગામડાથી લઈને જામનગર OSC સેન્ટરમાં આશ્રય અપાવેલ જેથી પીડીતા બહેને અને તેમના માતા-પિતા એ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
