જામનગર- બાળકોના આરોગ્યને લઇ ધ્રોલ ખાતે કેમ્પ યોજાયો

admin
1 Min Read

જામનગર જિલ્લાના નામાંકિત બાળરોગ નિષ્ણાંત દ્વારા બાળકોના આરોગ્ય વિશે જાગ્રુતી લાવવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ માટે આજ રોજ ધ્રોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમના હોસ્પિટલ ના સ્ટાફ સાથે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે , આ વિનામુલ્યે કેમ્પ મા વિવિધ પ્રકાર ની બીમારીઓ જેમ કે તાવ, શર્દી, ઉધરસ, ઝાળા -ઉલ્ટી, આંચકી, એલર્જી, ચામડી ના રોગો, ઉંમર પ્રમાણે શારીરિક વિકાસ નબળો હોવો, શારીરિક તેમજ માનસિક વિકલાંગ વાળા અંદાજીત ૨૦૦ થી વધારે બાળ દર્દીઓ એ કેમ્પમા ભાગ લીધો હતો.

આ કેમ્પ મા ધ્રોલ ના સામાજિક આગેવાનો, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા તેમજ ધ્રોલ નગરપાલિકા ના કોર્પોરેટરસ્ તથા ધ્રોલ ભા.જ.પ. ના આગેવાનો હાજર રહ્યા હતા અને બધા લોકો ને બાળકો ના આરોગ્ય સુધારણા હેતુ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ડો. કલ્પેશ મકવાણા આ પ્રકાર ની સમાજ સેવા મા અગ્રેસર હોય છે અને સમાજ ના લોકો ને વિવિધ પ્રકાર ની જેમ કે આરોગ્ય , શિક્ષણ, આર્થિક વગેરે નિસ્વાર્થ મદદ માટે હંમેશા હાજર હોય છે.

Share This Article