જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાકને યોગ્ય જગ્યાએ રખાયો

admin
1 Min Read

રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં દરિયાકિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવે તેવી શક્યતા છે જે અનુસંધાને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોના પાકને ગોડાઉનમાં શિફ્ટ કરવામાં આવ્યો છે કારણ કે ખુલ્લામાં પડેલા પાકને વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા છે….તોકતે વાવાઝોડું 100થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ ખાબકશે…..

માર્કેટ યાર્ડમાં સમગ્ર પંથકના ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે……સંભવિત વાવાઝોડા ને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડ માં પડેલો પાક બગડે નહીં તે માટે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે

Share This Article