જામનગર : કોવિડ હોસ્પિટલમાં એક હજાર કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શકયતા

admin
1 Min Read

જામનગરમાં કોરોના મામલે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની છે…જીજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે….મોરબી સહિતના જિલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓ ની સંખ્યા વધી રહી છે…જીજી કોવિડ હોસ્પિટલ માં 1200 બેડની પથારી હાલ મોટાભાગે ફૂલ થવા જઈ રહી છે અને દરરોજ જામનગરમાં કોરોના પોઝિટિવ 250થી પણ વધુ દર્દીઓ નોંધાયા છે…. તેમજ મોતનો આંકડો પણ દિવસે-દિવસે ખૂબ વધી રહ્યો છે..

 

 

.ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે જામનગર કોવિડ હોસ્પિટલમાં ગઈ કાલે 750 જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા હતા તો આજે વધુ 250 જેટલા દર્દીઓ દાખલ થાય તેવી શકયતા છે….જામનગરમાં આજે 17 જેટલા કોરોનાના દર્દીઓ અવસાન પામ્યા છે જેમાં 7 દર્દીઓ માત્ર મોરબી શહેરના છે……ગઈ કાલથી અન્ય જિલ્લાના કોવિડ દર્દીઓ જામનગર કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે…….

Share This Article