જીનત અમાનના પુત્ર જહાન ખાન કરશે બોલિવુડમાં ડેબ્યુ

admin
1 Min Read

દિગ્ગજ એકટ્રેસ જીનત અમાનના પુત્ર જહાન ખાન કપિલ શર્મા નિર્દેશિત ફિલ્મ ‘ડુન્નો વાય: લવ ઇસ લવ’ ની સાથે એક સંગીતકારના રૂપમાં બોલીવુડમાં પોતાની એન્ટ્રી કરવા તૈયાર છે. જહાને કહ્યું હતુ કે તે પોતાના ડેબ્યુને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ‘આ એક ખુબ જ સારી શરૂઆત છે અને કપિલ શર્મા સાથે કામ કરવાની ખુબ મજા આવી. કપિલે મારા પર ખુબ ભરોસો કર્યો છે અને આ પ્રોજેક્ટને લઈને એક સોન્ગ બનાવવામાં મને પૂરી આઝાદી આપી હતી.’ જહાન વિષે કપિલ શર્માએ પણ કહ્યું હતુ કે જહાન એક ખુબ જ સારા કમ્પોઝર છે અને બોલીવુડમાં તેનું ભવિષ્ય ખુબ જ સારું હશે. તેની સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ સારો હતો. આ ફિલ્મમાં જરીના બહાબ, મોના અંબેગાંવકર અને કીટુ ગીડવાની જેવા કલાકારો જોવા મળશે.

Share This Article