કોરોના મહામારીમાં શાકભાજીને સંક્રમણથી બચાવવા જુગાડુ આઈડિયા

admin
1 Min Read

કોરોના વાયરસ મહામારીએ આજે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. આ વાયરસના સંક્રમણને જોતા લોકો સાવચેતી પણ એટલી જ રાખવા લાગ્યા છે. આ મહામારી દરમિયાન એક વાત તો તમે સાંભળી હશે કે કંઇ પણ બહારથી લાવો તો તેને બરાબર ધોઇ લો. પરંતુ ઘણા લોકો એવા છે જે તેમા કોઇને કોઇ જુગાડ કરતા રહે છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

(File Pic)

આ વીડિયોમાં એક વ્યક્તિ તેના ઘરના રસોડામાં ઉભા રહીને શાકભાજીને એક ખાસ રીતે સાફ કરી રહ્યા છે. IAS અધિકારી દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં એક વ્યક્તિ તેના રસોડામાં શાકભાજીમાં જીવાણું મારતા નજરે પડી રહ્યો છે. પરંતુ જીવાણું મારવાની જે રીત છે તે ખરેખર વખાણ કરવા લાયક છે.

વીડિયોમાં જોઇ શકો છો કે આ વ્યક્તિ પ્રેશર કુકરની સીટી નીકાળીને તેમા એક પાઇપ લગાવી દીધી છે અને પ્રેશર કુકરને ગેસના હાય ફલેમ પર ચઢાવીને તેમાથી વરાળ નીકળી રહી છે, જેનાથી શાકભાજી સાફ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જુગાડુ વ્યક્તિ કહી રહ્યો છે કે, ગરમ પાણીથી શાક ખરાબ થઇ શકે છે પરંતુ વરાળથી આ શાકભાજીને અડ્યા વગર આરામથી સાફ કરી શકાય છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ જુગાડુ આઈડિયાને પસંદ કરી રહ્યા છે.

Share This Article