કાર્તિકે શરુ કરી દોસ્તાના 2ની તૈયારી

admin
1 Min Read

‘પતિ પત્ની ઓર વો’ અને ‘ભૂલા ભુલૈયા’ જેવી ફિલ્મો ધરાવતા બોલિવૂડના ડેશિંગ એક્ટર કાર્તિક આર્યને હવે તેની આગામી ફિલ્મ દોસ્તાના 2 ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તે જાહ્નવી કપૂર સાથે જોવા મળશે. કાર્તિકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. આ અગાઉ ફિલ્મમેકર કરણ જોહરે ફિલ્મમાં ન્યુકમર લક્ષ્યની એન્ટ્રી પર તેનું સ્વાગત કર્યું હતું.

લક્ષ્ય આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. લક્ષ્ય આ પહેલા ઘણા ટીવી શોઝમાં દેખાઈ ચુક્યો છે. એમટીવી રોડીઝ સિવાય તે ‘હમારી કહાની અધૂરી’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘પરદેશ મેં હૈ મેરા દિલ’ અને ‘પોરસ’ જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો હતો. ફિલ્મ ‘દોસ્તાના’માં જોહન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં જ્હોન અને અભિષેકની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી.

Share This Article