જાણો દેવદિવાળીનું શું છે મહત્વ

admin
2 Min Read

હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ દેવ દિવાળી ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે, તેમે દેવ દિવાળી પણ અગીયારસથી શરૂ થઇને પૂનમ સુધી, એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે, માટે માણસો, કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા, તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે……….

ભારતભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ ના સંદર્ભમાં એક પૌરાણિક કથા પણ સંકળાયેલી અને પ્રચલિત છે……….કાર્તિક પૂર્ણિમા, ‘દેવદિવાળી’ ના દિવસે જે કોઇ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી સાતસોવીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટય અને તેનાં દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. ‘દેવદિવાળી’ની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે… ‘શુભ લગ્નોની સિઝન’એટલે કે ‘લગ્નોત્સવ’ લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહૂર્ત-દિને તોરણો બંધાય છે……..

દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે…….કહેવાય છે કે બલિ રાજાને ત્યાં ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી દ્વારપાળ નું કાર્ય કરી અને પાછા ફરે છે અને તુલસીજી સાથે વિવાહ કરે છે. આ દિવસથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યોની શરુઆત થશે. દેવ દિવાળીએ ઘરે-ઘરે શેરડીના મંડપનું શણગાર કરવામાં આવે છે. જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વાજતે ગાજતે વિવાહ સંપન્ન થાય છે. આજે કારતક સુદ એકાદશીથી ચાતુમોસનો નો સમય પણ પૂરો થાય છે અને સૌરાષ્ટ્રમાં ગિરનારની પરિક્રમા નો જય ભોલેનાથ ના નાદ સાથે પ્રારંભ થયો છે.

Share This Article