કાલે ઘરે રહીને કૃષ્ણભક્ત જન્માષ્ટમીની કરશે ઉજવણી, પ્રસિદ્ધ મંદિરો રહેશે બંધ

admin
1 Min Read

ચાલુ વર્ષે કોરોનાના દહેશતની વચ્ચે  જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમો ન કરવાનો સ્વૈચ્છીક નિર્ણય અનેક મંડળોએ લીધો છે.  તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ જન્માષ્ટમી સહિતના ચાલુ મહિનામાં આવતા તહેવારોની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(File Pic)

રાજ્યના વિવિધ શહેરના મોટાભાગના મંદિરોમાં હાલમાં ભકતોના પ્રવેશ પર પણ પાબંધી મૂકી દેવાઈ છે. એવામાં હવે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો માહોલ પણ ફિક્કો દેખાશે. જ્યારે કૃષ્ણ જન્માષ્ટમીના માહોલ વચ્ચે કોરોનાને મોટાભાગના  મંદિરોબંધ થઈ ગયા છે.

(File Pic)

અમદાવાદ અને સુરતના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે નહીં. ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને મંદિરમાં ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે.

(File Pic)

કોરોના સંક્રમણને કારણે દરવર્ષની જેમ થતા સ્ટેજ શો, તેમજ ભક્તો માટે કરાતું પ્રસાદ વિતરણ કરવામાં આવે નહીં. સૌ ભક્તોને જન્માષ્ટમીની ઉજવણી ઘરેથી જ કરવા અને નિહાળવા અપીલ કરી છે. ત્યારે સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે નહીં. સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોએ પ્રવેશ આપવામાં આવશે નહીં. સવારે સાડા ચાર વાગ્યે મગળા આરતી થશે. બાદમાં ભજનકીર્તન થશે. પોલીસનો બંદોબસ્ત સવારથી જોવા મળશે.

Share This Article