કચ્છ : ભુજ માંડવી રોડ પર ટ્રકમાં લાગી આગ

admin
1 Min Read

માંડવી ભુજ નેશનલ હાઈવે ઉપર જખણીયા ગામ પાસે આજે મોડી રાત્રે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો એકઠા થઇ ગયા હતા. ત્યાં રહેલા સ્થાનિકોએ ફાયર ફાયટરને ફોન કરી જાણ કરી હતી. તે બાદ માંડવી ફાયર ફાઈટરની ટીમ પણ આ ઘટનાની સ્થળે આવી પહોંચી હતી. ઓચિંતાનો ટ્રકમાં આગ લાગતા મોટો એવો ધુમાડો થયો હતો અને આગ એટલી બધી ભયાનક હતી કે કલાકો સુધી રસ્તા પરથી વાહનો પસાર થવામાં મુશ્કેલી અનુભવાઇ હતી. ટ્રકમાં ક્યા કારણોસર આગ લાગી છે ટ્રક ક્યાં જતી હતી તેની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભુજમાં આગ લાગવાના અનેક બનાવો બની ચૂક્યા છે. આ પહેલા એક કારમાં જાહેર રસ્તા પર અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. કારમાં કયા કારણોસર આગ લાગી હતી તેની હજી સુધી કોઈને ખબર પડી નથી.

Share This Article