ક્ચ્છ : ગાંધીધામ લૂંટ પ્રકરણમાં સીસીટીવી આવ્યા સામે

admin
1 Min Read

કચ્છનાં ગાંધીધામ આંગડિયા પેઢીમાં ધોળે દિવસે લૂંટની ઘટનાં બની હતી. આ ઘટનાએ શહેરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યાં છે. આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવનારાં બન્ને આરોપીઓ પકડાયી ગયાં છે. ધોળે દિવસે હથિયાર સાથે આંગડિયા પેઢીમાં ઘૂસી લૂંટની ઘટના કાયદા અને વ્યવસ્થાની ધજાગરા ઉડાડ્યાં હતાં. ત્યારે પોલીસે 24 કલાકમાં આરોપી પકડી લઇ આબરુ બચાવવાનાં પ્રયાસો કર્યાં છે. કચ્છના ગાંધીધામમાં આવેલી બાબુલાલ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની  હતી. સોમવારે આંગડિયા પેઢીમાંથી બે શખ્સોએ 10 લાખથી વધુની રોકડ રકમની લૂંટ ચલાવી હતી.. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે CCTVના આધારે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી આ તેમની પુછપરછ હાથ ધરી હતી. આરોપીઓ કોઇ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે કે કેમ? તેમણે આગડિયા પેઢીમાં આટલા પૈસા હોવાની જાણ કોણે કરી હતી. કેટલાં દિવસ પહેલાં લૂંટનું પ્લાનિંગ કર્યું હતું.  લૂંટ કરવાનો ઇરાદો શું હતો. શું આ પહેલાં કે પછી આ આરોપીઓએ અન્ય કોઇ જગ્યાં એ પણ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો કે કેમ?

 

Share This Article